Messi Event Bengal Investigation: અર્જેન્ટિનાના દિગ્ગજ ફૂટબોલર Lionel Messiના કોલકાતા પ્રવાસ દરમિયાન સર્જાયેલા વિવાદને લઈને હવે પશ્ચિમ બંગાળની નવી ભાજપ સરકાર મોટું પગલું ભરવા જઈ રહી છે. રાજ્યના ખેલ મંત્રી Nisith Pramanikએ જાહેરાત કરી છે કે મેસીના ઇવેન્ટ મામલે ફરી તપાસ શરૂ કરવામાં આવશે અને જૂની ફાઇલો ફરી ખોલવામાં આવશે. ગયા વર્ષે 13 ડિસેમ્બરે 'GOAT ટૂર ટુ ઈન્ડિયા' અંતર્ગત આર્જેન્ટિનાના મહાન ફૂટબોલર લિયોનેલ મેસીએ પણ કોલકાતાની મુલાકાત લીધી હતી. ત્યારબાદ સોલ્ટ લેક સ્ટેડિયમ (વિવેકાનંદ યુવા ભારતી ક્રીર