
Independence Day 2026 : દેશ આજે 80મો સ્વાતંત્ર્ય દિવસ ગૌરવ, ઉત્સાહ અને દેશભક્તિના માહોલ વચ્ચે ઉજવી રહ્યો છે. ગુજરાતમાં પણ વિવિધ સ્થળોએ સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે પણ 80મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે વિશેષ ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

રાજકોટના કમલમ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી. બેઠક પહેલા પત્રકારોએ સુરતમાં થયેલા ડિમોલેશન અને સૌરાષ્ટ્રમાં ચાલી રહેલા ખેડૂતોના વિરોધ અંગે સવાલ પૂછ્યા હતા, પરંતુ આ સવાલો પર તેમણે કોઈ જવાબ આપ્યા વિના મૌન જાળવ્યું હતું.