જામનગર: જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં ગેરકાયદેસર રેતી ખનન સામે કાર્યવાહી કરવા ગયેલા ખાણ અને ખનીજ વિભાગના અધિકારી પર હુમલો કરવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. ઘટનાને પગલે સરકારી તંત્ર અને પોલીસ વિભાગ હરકતમાં આવ્યા છે અને સમગ્ર મામલે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, ખાણ અને ખનીજ વિભાગની ટીમને જોડિયા પંથકમાં ગેરકાયદેસર રીતે રેતી...