ભરતી પ્રક્રિયા ઓનલાઈન માધ્યમથી હાથ ધરવામાં આવશે અને ઉમેદવારોએ નિર્ધારિત સમયમર્યાદામાં અરજી કરવી જરૂરી રહેશે. પસંદગી પ્રક્રિયામાં લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુનો સમાવેશ થવાની શક્યતા છે. યુવાનોમાં આ જાહેરાતને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે કારણ કે મેટ્રો જેવી પ્રતિષ્ઠિત પ્રોજેક્ટમાં નોકરી મેળવવાનો આ સારો મોકો માનવામાં આવી રહ્યો છે. અધિકારીઓએ જણાવ્યું છે કે પારદર્શક રીતે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.