વડોદરા-જરોદ રોડ પર આવેલા કોટંબી ગામ નજીક બુધવારે વહેલી સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાનના બાંસવાડાથી સુરત તરફ જઈ રહેલી લક્ઝરી બસ હાઈવે પર આગળ ચાલી રહેલા ટ્રક સાથે પાછળથી જોરદાર રીતે અથડાતા સાત લોકોના મોત થયા હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. અકસ્માતમાં 8થી વધુ મુસાફરો ઘાયલ થયા છે.