ત્રિપુરા અને મિઝોરમ વચ્ચે વર્ષોથી ચાલી રહેલા આંતરરાજ્યીય સરહદ વિવાદના ઉકેલ માટે નવી પહેલ શરૂ કરવામાં આવી છે. ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહાએ મિઝોરમના મુખ્યમંત્રી લાલદુહોમા સાથે આ મુદ્દે ચર્ચા કરી છે અને બંને રાજ્યોના વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે ટૂંક સમયમાં બેઠક યોજાશે. આ બેઠકમાં બંને રાજ્યો વચ્ચેની 109 કિલોમીટર લાંબી સરહદ સાથે જોડાયેલા વિવાદિત વિસ્તારો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવશે.