Instagram Wordmark: Instagram: એ લગભગ એક દાયકા બાદ પોતાના વર્ડમાર્કમાં મોટો ડિઝાઇન ફેરફાર કર્યો છે. Instagramના હેડ Adam Mosseri દ્વારા આ નવા વર્ડમાર્કની જાહેરાત કરવામાં આવી હતી. તેમના જણાવ્યા અનુસાર નવો ડિઝાઇન અગાઉની સરખામણીએ વધુ શાર્પ અને આધુનિક છે, પરંતુ Instagramની મૂળ ઓળખ સાથે જોડાણ જાળવી રાખવામાં આવ્યું છે.