Vande Bharatam Initiative: અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની વિચારધારા અને નવીનતા તથા ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરાયેલી ‘વંદે ભારતમ’ પહેલને દેશભરમાંથી જોરદાર પ્રતિસાદ મળ્યો છે. આ પહેલ હેઠળ સમગ્ર ભારતમાંથી પ્રાપ્ત થયેલી 26,000થી વધુ અરજીઓમાંથી પ્રથમ નવોદિત સંશોધકોના સમૂહની પસંદગી કરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત ‘વંદે ભારતમ’ને દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાંથી વ્યાપક આવકારરુપે અરજીઓ મળી...