
વિદેશ મંત્રાલય (MEA)ના નિવેદન મુજબ, બંને નેતાઓએ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ તેમજ આંતરરાષ્ટ્રીય મંચો પર સહયોગ અંગે પણ પોતાના વિચારોનું આદાન-પ્રદાન કર્યું.

15 મેથી શરૂ થયેલી આ યાત્રાનો મુખ્ય હેતુ ભારતના વૈશ્વિક સંબંધોને વધુ મજબૂત બનાવવાનો હતો. ઊર્જા સુરક્ષા, ટેક્નોલોજી સહયોગ અને યુરોપ-પશ્ચિમ એશિયા દેશો સાથે વ્યૂહાત્મક ભાગીદારી વધારવા પર ખાસ ભાર મુકાયો હતો.