સ્ટેન્ડ-અપ કોમેડિયન અને કન્ટેન્ટ ક્રિએટર સમય રૈના ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં છે. તેમના લોકપ્રિય શો India's Got Latentના બીજા સીઝનના પ્રીમિયર એપિસોડે ડિજિટલ પ્લેટફોર્મ્સ પર જબરદસ્ત સફળતા મેળવી છે. આ એપિસોડમાં બોલિવૂડ અભિનેત્રીઓ આલિયા ભટ્ટ અને શર્વરી વાઘ ખાસ મહેમાન તરીકે જોવા મળી હતી, જે ફિલ્મ 'અલ્ફા'ના પ્રમોશન માટે આવી હતી.