વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને વધી રહેલા ભૂરાજકીય તણાવ વચ્ચે ભારતની અર્થવ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આર્થિક સલાહકાર પરિષદ (EAC-PM)ના સભ્યો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય વૈશ્વિક પડકારો વચ્ચે ભારતની વિકાસ ગતિ જાળવી રાખવા અને નવા આર્થિક સુધારાઓની દિશા નક્કી કરવાનો હતો.