IT Stock Crash: શેરબજારમાં ભૂકંપ! નિફ્ટી IT 1700 પોઇન્ટ તૂટ્યો, TCS અને Infosys સહિતના શેર 9% સુધી ગગડ્યા
ભારતીય શેરબજારમાં આજે અચાનક મોટો કડાકો જોવા મળ્યો છે. સવારે નબળી શરૂઆત બાદ બજારમાં વેચવાલીનું ભારે દબાણ વધ્યું હતું, જેના કારણે સેન્સેક્સ અને નિફ્ટી ઇન્ડેક્સ લગભગ 1.50 ટકા જેટલા તૂટી ગયા છે. લાર્જકેપ કંપનીઓના શેરોમાં ભારે પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે, જેમાં સૌથી વધુ માર IT સેક્ટરને પડ્યો છે. નિફ્ટી આઇટી (Nifty IT) ઇન્ડેક્સ 5.73 ટકા અથવા 1700થી વધુ પોઇન્ટના કડાકા સાથે ટ્રેડ કરી રહ્યો હતો.
Rupin Bakraniya