
Hema Malini: હૈદરાબાદમાં એક નવરાત્રિ કાર્યક્રમમાં હેમા માલિનીએ પોતાનું ખાસ ગીત "દુર્ગા" રજૂ કર્યું. બોલીવુડની "ડ્રીમ ગર્લ" એ આ કાર્યક્રમના સુંદર ફોટા અને વીડિયો શેર કર્યા.

હિન્દી સિનેમાની દિગ્ગજ અભિનેત્રી હેમા માલિનીના ફિલ્મી કારકિર્દીના 60 વર્ષ પૂર્ણ થવાના અવસરે મુંબઈમાં ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ પ્રસંગે બોલિવૂડના અનેક જાણીતા કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. અભિનેતા જીતેન્દ્ર, શત્રુઘ્ન સિંહા અને અભિનેતા-નિર્દેશક રાકેશ રોશન એકસાથે મંચ પર જોવા મળ્યા હતા, જેના કારણે કાર્યક્રમમાં જૂની યાદો તાજી થઈ ગઈ હતી.