અમદાવાદ 43.3°C સાથે રાજ્યમાં સૌથી ગરમ, મે મહિનામાં હીટવેવ યથાવત રહેવાની શક્યતા
છેલ્લા 24 કલાકના આંકડા મુજબ, અમદાવાદમાં મહત્તમ તાપમાન 43.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે રાજ્યમાં સૌથી વધુ છે. કડકડતી ગરમીને કારણે શહેરમાં બપોરના સમયે રસ્તાઓ સુમસામ જોવા મળે છે અને લોકો જરૂરિયાત સિવાય બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. દિવસ જ નહીં, પરંતુ રાત્રે પણ લઘુત્તમ તાપમાન ઊંચું રહેતાં લોકોને ગરમી અને બફારાનો સામનો કરવો પડી રહ્યો છે.
Rahul Desai