વિશ્વભરમાં દર વર્ષે 10 ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ નિમિત્તે જૂનાગઢ સહિત સમગ્ર ગીર પંથકમાં સિંહ સંરક્ષણને લઈને વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. એશિયાટિક સિંહોના મુખ્ય નિવાસસ્થાન એવા સાસણ ગીર ખાતે વન વિભાગ અને સ્થાનિક લોકોના સંયુક્ત પ્રયાસોથી વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી પણ વર્ચ્યુઅલી જોડાઈને સંદેશ પાઠવ્યો હતો.