સુરતના હીરા ઉદ્યોગ માટે લાંબા સમય બાદ રાહતના મોટા સમાચાર સામે આવ્યા છે. વૈશ્વિક મંદી અને આંતરરાષ્ટ્રીય અનિશ્ચિતતાઓ વચ્ચે મે 2026માં જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ ₹10,348 કરોડ સુધી પહોંચતાં ઉદ્યોગમાં ફરી તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.