
ભારતની બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ મુંબઈમાં ગુરુવારથી ‘બ્રિક્સ વેવ્સ બજાર 2026’નો પ્રારંભ થયો છે. બે દિવસીય આ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં બ્રિક્સના સભ્ય અને ભાગીદાર દેશોના 500થી વધુ પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. કાર્યક્રમનો હેતુ ફિલ્મ, ટેલિવિઝન, એનિમેશન, VFX, ગેમિંગ, સંગીત અને ડિજિટલ મીડિયા સહિતના ક્રિએટિવ ઉદ્યોગોમાં વૈશ્વિક સહયોગ, રોકાણ અને વ્યાવસાયિક તકોને પ્રોત્સાહન આપવાનો છે.

હિન્દી સિનેમાની દિગ્ગજ અભિનેત્રી હેમા માલિનીના ફિલ્મી કારકિર્દીના 60 વર્ષ પૂર્ણ થવાના અવસરે મુંબઈમાં ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ પ્રસંગે બોલિવૂડના અનેક જાણીતા કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. અભિનેતા જીતેન્દ્ર, શત્રુઘ્ન સિંહા અને અભિનેતા-નિર્દેશક રાકેશ રોશન એકસાથે મંચ પર જોવા મળ્યા હતા, જેના કારણે કાર્યક્રમમાં જૂની યાદો તાજી થઈ ગઈ હતી.