ટ્રેન્ટ બ્રિજ ખાતે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડે ચોથા દિવસના અંતે ઇંગ્લેન્ડ પર મજબૂત શિકંજો કસ્યો છે. 373 રનના લક્ષ્યનો પીછો કરતી ઇંગ્લેન્ડની ટીમ 4 વિકેટે માત્ર 103 રન સુધી પહોંચી છે અને હવે જીત માટે તેને અંતિમ દિવસે વધુ 270 રનની જરૂર છે.