કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના કરોડો સભ્યો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા 8 દિવસથી ટેકનિકલ અપગ્રેડેશનને કારણે બંધ રહેલું EPFO પોર્ટલ હવે ફરી શરૂ કરવામાં આવ્યું છે. EPFOએ સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે ડેટાબેઝ અને સોફ્ટવેર અપગ્રેડની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે