
Gandhinagar: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. આવતીકાલે શહેરના 11 વોર્ડની કુલ 44 બેઠકો માટે મતદાન યોજાશે.

જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3ની ખાલી પડેલી બેઠક માટે પેટાચૂંટણીની તૈયારીઓ તેજ બની છે. બેઠક ખાલી થયા બાદ ચૂંટણી તંત્ર દ્વારા વોર્ડ નંબર 3માં પેટાચૂંટણી જાહેર કરવામાં આવી હતી અને સાથે જ આચારસંહિતા પણ અમલમાં મૂકવામાં આવી છે.