Iran America Tension: અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે મુંબઈ સ્થિત ઈરાની કોન્સ્યુલેટે એક અનોખી રીતે પ્રતિક્રિયા આપી છે. દૂતાવાસે બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનના પ્રખ્યાત ડાયલોગ ‘યે તો સિર્ફ ટ્રેલર દેખા... પિક્ચર અભી બાકી હૈ...’નો ઉપયોગ કરીને અમેરિકાને ચેતવણી આપી હતી.