ગુજરાત પોલીસનો અનોખો પ્રયાસ: મહિલાઓ અને બાળકોની ઓનલાઈન સુરક્ષા માટે શરૂ કર્યું 28 દિવસીય 'ઓપરેશન સુરક્ષિત સાયબરસ્પેસ'
મહિલાઓ અને બાળકોને ઓનલાઈન છેતરપિંડી, સાયબર સ્ટોકિંગ અને ડિજિટલ ગુનાઓથી સુરક્ષિત રાખવા માટે ગુજરાત પોલીસે રાજ્યવ્યાપી 28 દિવસીય 'ઓપરેશન સુરક્ષિત સાયબરસ્પેસ' અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન 1 જુલાઈથી 28 જુલાઈ સુધી ચાલશે અને તેનો મુખ્ય હેતુ ટેક્નોલોજી આધારિત પોલીસિંગ, સાયબર જાગૃતિ, પીડિતોને મદદ અને ઝડપી પોલીસ કાર્યવાહી દ્વારા સુરક્ષિત ડિજિટલ વાતાવરણ ઊભું કરવાનો છે.
Growth Now News