કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું છે કે ભારતના રક્ષા ક્ષેત્રે છેલ્લા કેટલાક વર્ષોમાં ઐતિહાસિક પ્રગતિ નોંધાઈ છે. નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન દેશનું વાર્ષિક રક્ષા ઉત્પાદન સર્વકાલીન ઉચ્ચ સ્તર ₹1.78 લાખ કરોડ સુધી પહોંચ્યું છે, જે 2014-15ની સરખામણીએ લગભગ ત્રણ ગણું વધારે છે.