દિલ્હી પોલીસમાં મોટા પાયે વહીવટી ફેરબદલ કરવામાં આવ્યો છે. પોલીસ સ્થાપના બોર્ડની ભલામણોના આધારે 34 IPS અને DANIPS અધિકારીઓની બદલી તથા નવી નિમણૂકો જાહેર કરવામાં આવી છે. આ ફેરફારોનો હેતુ પોલીસ તંત્રને વધુ કાર્યક્ષમ બનાવવાનો, વિવિધ યુનિટોમાં વહીવટી મજબૂતી લાવવાનો અને કાયદો-વ્યવસ્થાનું સંચાલન વધુ અસરકારક રીતે કરવાનો હોવાનું જણાવાયું છે.