અમેરિકાનો ઈરાન પર આર્થિક પ્રહાર! અમેરિકાએ $1 બિલિયનના ક્રિપ્ટો ફંડ જપ્ત કર્યા
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે, વોશિંગ્ટને તેહરાનને મોટો આર્થિક ફટકો આપવાનો દાવો કર્યો છે. યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે જણાવ્યું હતું કે યુએસએ ઈરાન સાથે જોડાયેલા લગભગ $1 બિલિયન મૂલ્યના ક્રિપ્ટોકરન્સી ફંડ જપ્ત કર્યા છે. આ કાર્યવાહી અમેરિકાના "ઓપરેશન ઇકોનોમિક ફ્યુરી" અભિયાન હેઠળ કરવામાં આવી છે, જેનો હેતુ ઈરાનની નાણાકીય શક્તિને નબળી પાડવાનો છે.
Rupin Bakraniya