દિલ્હીના જંતર-મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા પેપર લીક અને પરીક્ષાઓમાં થઈ રહેલી ગેરરીતિઓના વિરોધમાં પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું છે. આંદોલનમાં સામાજિક કાર્યકર સોનમ વાંગચુક પણ જોડાવાના છે, જેના કારણે સમગ્ર ઘટનાક્રમ પર દેશભરમાં નજર મંડાઈ છે. આ પ્રદર્શનનો હેતુ પેપર લીક અને પરીક્ષાઓમાં થતી અનિયમિતતાઓનો વિરોધ કરવાનો છે.