વડોદરાના છાણી વિસ્તારમાંથી ગુમ થયેલી 14 વર્ષની સગીરાને ગુજરાત પોલીસે કર્ણાટકના શિવમોગાથી સુરક્ષિત રીતે શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવ્યું છે. લગભગ 1,200 કિલોમીટર દૂર સુધી પહોંચીને હાથ ધરાયેલા આ સફળ **'ઓપરેશન મિલાપ'**ની રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પ્રશંસા કરી છે.