
Uttarakhand Earthquake: આજે ઉત્તરાખંડમાં બે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઉત્તરકાશીમાં રાત્રે 8:08 વાગ્યે 4.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને તે પહેલાં બાગેશ્વરમાં 2.8 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ચોમાસાના પ્રથમ જ વરસાદે ભારે તબાહી સર્જી છે. નારાયણબગડ ગામમાં અતિવૃષ્ટિના કારણે રસ્તાઓ પર ભારે પ્રમાણમાં મલબો અને પથ્થરો આવી ગયા હતા. અનેક દુકાનોમાં મલબો ઘૂસી ગયો હતો, જ્યારે કેટલાક વાહનો પણ નુકસાનગ્રસ્ત થયા છે.