Gulmarg Cable Car Rescue: જમ્મુ-કાશ્મીરના પ્રસિદ્ધ પર્યટન સ્થળ ગુલમર્ગમાં કેબલ કારમાં ફસાયેલા 320 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. આ સમગ્ર ઓપરેશનને અત્યંત પડકારજનક ગણાવવામાં આવી રહ્યું છે. જમ્મુ-કાશ્મીરના DGP નલિન પ્રભાતે બચાવ અભિયાનમાં જોડાયેલી તમામ ટીમોના કામની પ્રશંસા કરી હતી. ડીજીપી નલિન પ્રભાતે જણાવ્યું હતું કે ગુલમર્ગમાં ફસાયેલા કેબલ કાર કેબિનમાંથી 320 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાનું સૌથી પડકારજનક કાર્ય કરનાર બચાવ ટીમો સાથે ઉભા રહેવું તેમના માટે ગર્વની ક્ષણ છે.