Meta Government Meeting: સોશિયલ મીડિયા અને મેસેજિંગ પ્લેટફોર્મ પર વધતી સુરક્ષા સંબંધિત ચિંતાઓને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર હવે મેટા (Meta) પાસેથી જવાબ માંગવા તૈયાર થઈ છે. 5 ઓગસ્ટે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય (MeitY) દ્વારા મેટાના ટોચના અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાય તેવી શક્યતા છે. આ બેઠકમાં ખાસ કરીને બાળ યૌન શોષણ સામગ્રી (CSAM) સામે મેટાએ લીધેલા પગલાં, WhatsAppના પ્રસ્તાવિત...