ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની જનસભામાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. બલરામપુરમાં માતા પાટેેશ્વરીના દર્શન કર્યા બાદ યોગી આદિત્યનાથ ચકરૌત ખાતે આયોજિત સભામાં પહોંચ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં લોકો સવારથી જ એકત્ર થવા લાગ્યા હતા.