‘વિદ્યાદાન અને વસ્ત્રદાન મહાદાન’ના સૂત્રને સાકાર કરતી વડોદરાની એક શિક્ષિકાની અનોખી પહેલ અનેક જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે મદદરૂપ બની રહી છે. વડોદરા સ્થિત વિદ્યુતબોર્ડ વિદ્યાલયની શિક્ષિકા સોનલ દેસાઈ દ્વારા શરૂ કરવામાં આવેલી ‘બુક, ગણવેશ અને બુટ બેન્ક’ના માધ્યમથી વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જરૂરી સામગ્રી પૂરી પાડવામાં આવી રહી છે.