'કાલા હિરણ– ધ બેટલ ફોર લેગસી' ફિલ્મના નિર્માતા અમિત જાનીએ ફરી એકવાર જાનથી મારી નાખવાની અને ફિલ્મનું કામ બંધ કરવાની ધમકી મળ્યાનો દાવો કર્યો છે. તેમણે આ મામલે પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે અને સમગ્ર ઘટનાની જાણ તપાસ એજન્સીઓને પણ કરી હોવાનું જણાવ્યું છે.