ભારતીય હોકી ટીમની નવી ઓરેન્જ જર્સીને લઈને શરૂ થયેલા વિવાદ વચ્ચે હોકી ઈન્ડિયાએ મોટું સ્પષ્ટીકરણ આપ્યું છે. હોકી ઈન્ડિયાએ જણાવ્યું કે જર્સીનો રંગ બદલવાનો નિર્ણય માત્ર ટેકનિકલ કારણોસર લેવામાં આવ્યો છે, કારણ કે બ્લૂ જર્સી અને મેદાનની સપાટી એકસરખી દેખાતી હોવાથી ખેલાડીઓની દૃશ્યતા પર અસર પડી રહી હતી.