Bhargavastra Counter Drone System: ભારતીય સેનાની શક્તિમાં વધુ એક મોટો વધારો થવા જઈ રહ્યો છે. દેશે હવે સ્વદેશી કાઉન્ટર-ડ્રોન સિસ્ટમ ‘ભાર્ગવાસ્ત્ર’ વિકસાવી છે, જે દુશ્મનના ડ્રોન અને સ્વાર્મ હુમલાઓને પળવારમાં નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. સોલર ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વિકસાવવામાં આવેલું આ સિસ્ટમ હાલમાં અંતિમ પરીક્ષણના તબક્કામાં છે અને ડિસેમ્બર 2026 સુધી તેના તમામ ટ્રાયલ પૂર્ણ થવાની શક્યતા છે.