
Paras Desai: ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટી ટ્રેડર્સ એસોસિએશન (FAITTA) દ્વારા પૂરગ્રસ્ત આસામના લોકોની મદદ માટે **₹81.36 લાખનું યોગદાન** મુખ્યમંત્રી રાહત ફંડ (CMRF)માં આપવામાં આવ્યું છે. FAITTAના ચેરમેન અને વાઘ બકરી ટી ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પારસ દેસાઈના નેતૃત્વ હેઠળ આ પહેલ કરવામાં આવી છે.

FAITTA Assam Flood Relief: ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટી ટ્રેડર્સ એસોસિએશન (FAITTA) ભારતના ચા વેપાર ક્ષેત્રની સર્વોચ્ચ સંસ્થા છે. આ સંસ્થા ચા ઉત્પાદકો, વેપારીઓ, પેકેટર્સ, બ્રોકર્સ, જથ્થાબંધ અને છૂટક વેપારીઓ તથા વિવિધ એસોસિએશનોને એક મંચ પર લાવવાનું કામ કરે છે. તે વધુ પારદર્શિતા, જવાબદારી અને ખાદ્ય સુરક્ષાના ધોરણોના પાલન દ્વારા ચાના વેપારને મજબૂત બનાવવા માટે કાર્યરત છે. FAITTA ના ચેરમેન...

આસામમાં પૂરથી પ્રભાવિત પરિવારોને રાહત આપવા રાજ્ય સરકારે મોટી સહાયની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ DBT મારફતે આશરે 75 હજાર પૂરગ્રસ્ત પરિવારોના ખાતામાં ₹112 કરોડની સહાય જમા કરાવી છે, જેમાં દરેક પરિવારને ₹15 હજારની અંતરિમ આર્થિક મદદ આપવામાં આવશે.