વિશ્વની ટેક દુનિયામાં વધુ એક મોટો ફેરફાર જોવા મળ્યો છે. ટિકટોક (TikTok) અને બાઇટડાન્સ (ByteDance)ના સ્થાપક ઝાંગ યીમિંગ હવે એશિયાના બીજા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. Forbesની તાજી યાદી અનુસાર ઝાંગ યીમિંગની કુલ સંપત્તિ 92.8 અબજ ડોલર સુધી પહોંચી છે, જેના કારણે તેમણે મુકેશ અંબાણીને પાછળ છોડી દીધા છે.