અંકલેશ્વર: અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલી આનંદવિહાર સોસાયટીમાં 39 વર્ષીય મહિલાની હત્યાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. અજાણ્યા શખ્સે મહિલાના શરીરના વિવિધ ભાગોમાં તીક્ષ્ણ હથિયાર વડે ગંભીર ઈજાઓ પહોંચાડી જીવલેણ હુમલો કર્યો હતો. ઘટનામાં મહિલાનું મોત નીપજ્યું હતું. અજાણ્યા શખ્સે મહિલાને ગંભીર ઈજાઓ પહોંચાડી મળતી માહિતી મુજબ, ફરિયાદી કિરણ રામસિંગ વસાવેની 39 વર્ષીય બહેન રમિલાબાઈ રામસિંગ વસાવે...