આણંદ શહેરમાં સલીમખાન પઠાણ નામના યુવક પર હુમલો થયાનો આક્ષેપ સામે આવ્યો છે. પૂર્વ પત્ની અને તેના પરિવારજનો દ્વારા સ્ટોરમાંથી ઢસડી કાઢી બેટ અને હેલ્મેટ વડે માર મારવામાં આવ્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે.