બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન ફરી એકવાર પોતાના હળવા અને રમૂજી અંદાજને કારણે ચર્ચામાં આવ્યા છે. સમયની અછત અંગે વિચારો વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે દિવસના 24 કલાક પૂરતા નથી લાગતા અને કરવાના અનેક કામોને કારણે દિવસ 36 કલાકનો હોવો જોઈએ. જોકે, તેમણે આ વાતને મજાકિયા અંદાજમાં રજૂ કરતાં ફૂટબોલ મેચ જોવાનો ઉલ્લેખ પણ કર્યો હતો.