
IPL 2026ની સિઝનમાં જ્યાં એક તરફ ભારતના અનુભવી ઓલરાઉન્ડર્સ હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ અને શિવમ દુબે પાસેથી મોટા પ્રદર્શનની અપેક્ષા હતી, ત્યાં બીજી તરફ એક યુવા ખેલાડીએ પોતાના જબરદસ્ત પ્રદર્શનથી બધાનું ધ્યાન ખેંચી લીધું છે. સનરાઇઝર્સ હૈદરાબાદના 22 વર્ષીય ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીએ બેટ અને બોલ બંનેથી કમાલ દેખાડીને સાબિત કર્યું છે કે તેઓ ભવિષ્યનો મોટો સ્ટાર બની શકે છે.

આઈપીએલ 2026માં દિલ્હી કેપિટલ્સની કથળતી જતી હાલત વચ્ચે હવે કેપ્ટન અક્ષર પટેલની ફોર્મ વિવાદના વમળમાં ફસાઈ છે. પૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે અક્ષર પટેલના પ્રદર્શનમાં આવેલા ઘટાડા માટે કેપ્ટનશીપના વધારાના ભારને જવાબદાર ઠેરવ્યો છે. પઠાણના મતે, અક્ષર બીજા બોલરો પાસેથી શ્રેષ્ઠ પ્રદર્શન કરાવવાની વ્યૂહરચનામાં એટલો ગૂંચવાયેલો રહે છે કે તે પોતાની મુખ્ય તાકાત એટલે કે પાવરપ્લે બોલિંગને જ નજરઅંદાજ કરી રહ્યો છે. પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે આજે કોલકાતા સામે દિલ્હી માટે 'કરો યા મરો' જેવો જંગ છે, ત્યા