શું ફરી કોરોના જેવું લોકડાઉન થશે? ઇબોલાને લઇને દેશમાં હાઇ એલર્ટ, સરકાર અને DGCAની એડવાઇઝરી જાહેર
Ebola Virus High Alert India: આફ્રિકાના કેટલાક દેશોમાં ઈબોલા વાયરસના વધતા ખતરા વચ્ચે ભારત સરકારે દેશભરમાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે. કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે એરપોર્ટ, બંદરો અને બોર્ડર એન્ટ્રી પોઈન્ટ્સ પર કડક સ્ક્રીનિંગ અને દેખરેખ રાખવા સૂચના આપી છે. WHO દ્વારા ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી જાહેર કર્યા બાદ DGCAએ પણ કોરોના જેવી SOP અમલમાં મૂકી છે. કેન્દ્રીય મંત્રી નડ્ડાના નિર્દેશ પર, આરોગ્ય સચિવે વિવિધ મંત્રાલયો અને સંબંધિત એજન્સીઓના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
Rupin Bakraniya