અમદાવાદ: અમદાવાદ શહેરમાં વધતા ટ્રાફિક અને પાર્કિંગના પ્રશ્નોના કાયમી અને અસરકારક ઉકેલ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં આવેલી એવી ખાનગી મિલકતો, જ્યાં પાર્કિંગ માટે પૂરતી જગ્યા ઉપલબ્ધ હોવા છતાં પ્રોપર્ટી ટેક્સમાં મળતી 100 ટકા વેરા માફીનો લાભ લેવા ન ઈચ્છતા મિલકત માલિકોને હવે AMCની ‘AmdaPark’ એપ્લિકેશન સાથે જોડાવાની વિશેષ સુવિધા આપવામાં...