Abhishek Porel Arrested: દિલ્હી કેપિટલ્સના વિકેટકીપર-બેટર અભિષેક પોરેલની હુગલી પોલીસે ધરપકડ કરી છે. એક મેડિકલ વિદ્યાર્થીનીની ફરિયાદના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. મહિલા દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે પોરેલે લગ્નનું વચન આપીને તેની સાથે યૌન સંબંધ બાંધ્યા હતા. ફરિયાદમાં બંનેની ખાનગી પળો રેકોર્ડ કરવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે. પોરેલે આ આરોપોને નકારી કાઢ્યા હોવાનું અહેવાલોમાં જણાવાયું છે....