અમદાવાદના સુભાષ બ્રિજ વિસ્તારમાં ગુજરાત સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા નવનિર્મિત પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (RTO)નું ગુરુવારે લોકાર્પણ કરવામાં આવ્યું. આ અત્યાધુનિક અને સંપૂર્ણપણે એર-કન્ડિશન્ડ ઓફિસનું ઉદ્ઘાટન રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું હતું. નવી RTO કચેરીમાં નાગરિકોને વધુ ઝડપી, પારદર્શક અને ટેકનોલોજી આધારિત સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો મુખ્ય ઉદ્દેશ રાખવામાં આવ્યો છે.