જાપાન ફરી એકવાર કુદરતી આફતના ઝટકાથી હચમચી ઉઠ્યું છે. ક્યૂશુના કુમામોટો પ્રીફેક્ચરમાં આવેલા 7.1ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપ બાદ દરિયાકાંઠાના વિસ્તારો માટે સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ભૂકંપના જોરદાર આંચકા દક્ષિણ કોરિયાના કેટલાક વિસ્તારોમાં પણ અનુભવાયા હતા, જેના પગલે તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે.