પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પાંચ દિવસીય વિદેશ મુલાકાત ભારત માટે રોકાણની દૃષ્ટિએ અત્યંત સફળ સાબિત થઈ છે. આ મુલાકાત દરમિયાન વૈશ્વિક સ્તરની કંપનીઓ અને અનેક દેશોએ મળીને ભારતમાં લગભગ 40 અબજ ડોલરના નવા રોકાણ અને વ્યાપાર વિસ્તરણની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. સેમિકન્ડક્ટરથી લઈને AI, ગ્રીન હાઈડ્રોજન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોમાં થયેલી આ ચર્ચાઓથી ભારતની આર્થિક સ્થિતિને વૈશ્વિક સ્તરે વધુ મજબૂતી મળવાની શક્યતા છે.