જામનગર જિલ્લા પંચાયતની ચોથી ખાસ સામાન્ય સભા યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ અંગે મહત્વપૂર્ણ ચર્ચા અને નિર્ણય લેવામાં આવ્યા હતા. ખાસ કરીને 16મા નાણાપંચ હેઠળ વર્ષ 2026-27ના આયોજન તેમજ 15મા નાણાપંચના બાકી નાણાં અને અગાઉ મંજૂર થયેલા કામોમાં ફેરફાર અંગે મંથન કરવામાં આવ્યું હતું.