Somnath: મેઘરાજાની અમીવર્ષા, ‘હર હર મહાદેવ’ના નાદ અને ભક્તિભાવથી છલકાતા વાતાવરણ વચ્ચે વિશ્વપ્રસિદ્ધ સોમનાથ તીર્થધામમાં પવિત્ર શ્રાવણ માસનો ભવ્ય પ્રારંભ થયો છે. શ્રાવણના પ્રથમ દિવસે વહેલી સવારથી જ સોમનાથ મહાદેવના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. વરસાદી માહોલ વચ્ચે ભક્તોએ પ્રાતઃ આરતીના દર્શન કરી મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું.