Saputara: ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારામાં આજે શ્રાવણ માસના પ્રથમ સોમવાર અને પવિત્ર નાગપંચમીના પર્વને લઈને ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. સર્પગંગા તળાવના કિનારે આવેલા નાગેશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ સ્થાનિકો તેમજ પ્રવાસીઓ મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટી પડ્યા હતા.